પાલનપુરમાં ૨૫ ફૂટના ઊંડા કૂવામાં ખાબકેલા આખલાનું પાલનપુરના જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. પાલનપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અવારનવાર પશુ પ્રાણીઓ કુવામાં અથવા ઊંડા ખાડામાં ખાબકતાં હોવાથી જીવદયાપ્રેમીઓ દ્વારા તેમના જીવ બચાવવામાં આવતા હોય છે. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા ૨૫ ફુટ ઉંડા કુવામાં એક આખલો પડી ગયો હતો. જેની જાણ પાલનપુરના જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમી ઠાકુરદાસ ખત્રી, રાહુલભાઈ જૈન, ચિરાગભાઈ વૈષ્ણવ સહિત દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ આખલાનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
રિપોર્ટ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: