પાલનપુરના ગિરધર પટેલ માર્ગ પર આવેલ એક હાર્ડવેરની દુકાનમાં આજે બપોરના સુમારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે દુકાનમાં પડેલ સરસામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. જો કે નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોક ડાઉન વચ્ચે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના ગિરધર પટેલ માર્ગ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે દુકાનમાં પડેલ સામાન આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં દુકાનમાં પડેલ સામાન બળીને ખાખ થઇ જતાં દુકાન માલિકને ભારે નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. બનાવ સંદર્ભે જાણ થતાં નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે ઉપરોક્ત આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.