ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં મહિલાની છેડતી બાબતે સર્જાયેલી તકરારમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એકબીજાને માર મારતા ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાલનપુર શહેરમાં નજીવી બાબતમાં તકરારો સામાન્ય બની છે. તેમાં પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં આડોશ પાડોશમાં રહેતા બે પરિવારો મહિલાની છેડતી બાબતે બાખડ્યા હતા. જેમાં અસામાજિક તત્વોએ મહિલાની છેડતી કરતાં પરિવારજનો સમજાવવા જતાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનું અને તેમાં વિપુલભાઇ સાજીદભાઇ નામના બે ઈસમને માર મારતા અમદાવાદ રિફર કરેલ હોવાનું અને અતાઉલ્લા નામના શખ્સને હાથમાં છરી લાગતા ઈજા થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે જો કે આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
Contribute Your Support by Sharing this News: