પાલનપુરની લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર રૂપિયા ૩૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા

સર્વેયર હરેશભાઈ પ્રજાપતિએ જમીનનો રી-સર્વે કરી જમીનને મૂળ માપમાં કરી આપવા લાંચ માંગી હતી

પાલનપુર લેન્ડ એન્ડ રેકોર્ડની કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ લાલજીભાઈ પ્રજાપતિએ જમીનનો રિ-સર્વે કરી અને જમીનને મૂળ માપમાં કરી આપવા માટે રૂપિયા ૪૦ હજારની લાંચ માંગી હતી. જેમાં ૧૦ હજાર અગાઉ અરજદારના ઘરે જઈ લઈ લીધા હતા અને બાકીની રકમ રૂપિયા ૩૦ હજારનો વાયદો કરવામાં આવ્યો હતો. જે નાણાં અરજદાર આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીની ટીમે છટકું ગોઠવી ઉપરોક્ત સર્વે અને રૂપિયા ૩૦ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંચીયા અધિકારીઓ અરજદારો પાસેથી યેનકેન પ્રકારે નાણાં કઢાવવા માટે અરજદારોને હેરાન પરેશાન કરી મુકતા હોય છે. પાલનપુર લેન્ડ એન્ડ રેકર્ડની કચેરીમાં ફરજ બજાવતા હરેશભાઇ દલજીભાઈ પ્રજાપતિ પણ અરજદારને જમીનનો રિ-સર્વે કરી જમીનને મૂળ માપમાં કરી આપવા માટે ૪૦ હજારની લાંચ માગ્યા બાદ તેમના ઘરે જઈને સૌપ્રથમ ૧૦ હજાર લઈ લીધા હતા. અને બાકીની રકમ રૂપિયા ૩૦ હજારનો વાયદો કરવામાં આવ્યો હતો. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ અરજદારે આ બાબતે એસીબીનો સંપર્ક કરતા બનાસકાંઠા એસીબી પી.આઇ એન.એ. ચૌધરી તથા તેમની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. તે દરમ્યાન ઉપરોકત સર્વેયર હરેશભાઈ પ્રજાપતિ લાંચની બાકીની રકમ રૂપિયા ૩૦ હજાર લેવા આવતા પાલનપુર કોઝી રોડ પર તિરૂપતિ પ્લાઝા નજીક આવેલ માધવીની દુકાન પાસેથી તેઓને લાંચની રકમ સ્વીકારતાં એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here