પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી એક ગૌશાળામાંથી પાલનપુર પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પચાસ કિલો ગાંજો અને ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે.
પાલનપુર શહેરમાં કેટલાક પાર્લર પર છાના સપના ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આજે પાલનપુરની ગૌશાળામાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર આરટીઓ કચેરી નજીક આવેલી એક ગૌશાળામાં ગાંજાના છોડનુ ઉત્પાદન કરવામાં આવતું હોવાની માહિતી આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ૯૦૮ ગાંજાના છોડ સહિત અંદાજીત પ૦ કિલો ગાંજો ઝડપાતા પોલીસે ગાંજો જપ્ત કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આમ પાલનપુર શહેરમાં ગૌશાળામાંથી ગાંજો ઝડપાતા તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.
Contribute Your Support by Sharing this News: