દુષ્કર્મનો ભોગ બનેલી આબુરોડની યુવતીએ પાલનપુરના યુવક સામે નોંધાવી ફરિયાદ.

પાલનપુરના એક યુવકે આબુરોડ ની યુવતી ને લગ્ન કરવા ની લાલચ આપી તેને લલચાવી ફોસલાવી ને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા મા આવતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે. જેમા પીડિતા એ દુષ્કર્મ ગુજારનાર યુવક અને તેને ગાળો બોલનાર યુવક ના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. આબુરોડ મા શાકમાર્કટ નજીક રહેતી એક યુવતી ને પાલનપુર ના કૈલાશ નગર મા રહેતા અક્ષય શ્રીમાળી એ લગ્ન કરવા ની લાલચ આપી યુવતી ને પાલનપુર મા આબુહાઇવે પર આવેલ કર્ણાવતી ડેરી ની બાજુ મા દિપ કોમ્પલેક્ષ ના મારૂતિ ટેડર્સ મા લઇ જઇ ત્યા તેને લલચાવી ફોસલાવી ને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે બાદ પીડિત યુવતી યુવક ના ધરે જતા ત્યા હાજર યુવક ના પિતાએ યુવતી ને ભુંડી ગાળો બોલી હતી અને અક્ષયે તેને ધક્કો મારી કાઢી મુકતા દુષ્કર્મ નો ભોગ બનેલી યુવતી એ ન્યાય મેળવવા માટે પાલનપુર પશ્ર્ચિમ પોલીસ મથકે અક્ષય વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવાની અને તેના પિતા વિરુદ્ધ અપમાન કરવાની ફરીયાદ દાખલ કરાવતા પી.આઈ આર.કે સોલંકીએ બનાવ ની તપાસ હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: