પાલનપુર શહેરમાં આવેલ ચામુંડા નગર સોસાયટીના રહીશોએ સોસાયટીમાં થઈ રહેલાં ખોદકામને લઈ ભૂગર્ભ ગટરની કામગીરી અટકાવી હતી. જાહેર રસ્તાને બદલે સોસાયટીમા ખોદકામ કરતા લોકો રોષે ભરાયા હતા અને ભૂગર્ભ ગટરની કામગીરી કરતી ટીમે પાછા ફરવું પડ્યું હતું.
પાલનપુરના સોનબાગ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં રવિવારે તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે જાહેર રસ્તાની બાજુમાં થઈ ભૂગર્ભ ગટરની પાઈપ પાઈપ લાઈન નીકળી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા સોસાયટીની વચ્ચોવચ ખોદકામ કરતા લોકો રોષે ભરાયા હતા. અને જેસીબી મશીન આગળ  ઉભા થઇ ગયા હતા. જેને લઇ કામગીરી રોકવી પડી હતી. આ વિસ્તારના સ્થાનિક ગૌતમભાઈ પટણીએ જણાવ્યું હતું કે વર્ષો સુધી આ વિસ્તારમાં તંત્ર દ્વારા  છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પાકા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. વર્ષો સુધી આ વિસ્તારના રહીશો પાકા રસ્તા થી વંચિત રહ્યા હતા. જો કે રોડ બન્યાને એક વર્ષ પૂરું થયું નથી ત્યાં જ તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ને લઇ ખોદકામ કરાતા રહીશોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: