પાકિસ્તાનની લેડી દબંગ અધિકારી સુંદરતાના કારણે છે ચર્ચામાં

શેર કરવા અહીં ક્લિક કરો.

:- ક્યારેક કોઇની સુંદરતા પણ તેના માટે પરેશાનીનું કારણ બની જાય છે. આવું જ કંઇક થયું છે પાકિસ્તાનની અનુશ મસુદ ચૌધરી સાથે. અનુશ લાહૌરમાં પોલીસ અધિકારી છે અને તે પાકિસ્તાન અને ભારતમાં ચર્ચાના કેન્દ્રમાં છે. જો તમે એવું વિચારી રહ્યા હો કે તે તેની બહાદૂરીના કારણે ચર્ચામાં છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. અનુશની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં આજકાલ તેના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. અનુશ પાકિસ્તાન પોલીસમાં અધિકારી છે. તે ખૈબર પખ્તુનરબ્બા પ્રાંતની પહેલી મહિલા ASP છે. હાલમાં તે લાહૌરમાં એસપીના પદ પર કાર્યરત છે. તે આ શહેરની એવી પહેલી મહિલા છે જેણે સીસીએસ (સેન્ટ્રલ સુપીરીયર સર્વિસીઝ)ની પરીક્ષાની 40મી કોમન બેંચને ક્લીયર કરી હોય. અનુશે ગોલ્ડ મેડલ સાથે મેડીકલનો અભ્યાસ કર્યો છે અને પોલીસખાતામાં જોડાતા પહેલા તે ડોકટર તરીકે પ્રેક્ટીસ કરી રહી હતી. વર્ષ 2011માં સીસીએસમાં પસંદગી થયા બાદ તેમની ટ્રેનીંગ એબટાબાદના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં થઇ. ત્યારબાદ તેનું પહેલું પોસ્ટીંગ લાહૌરમાં થયું. અનુશ હાલમાં લાહૌરમાં કૈટ ડિવીઝનમાં ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટમાં ઇન્વેસ્ટીગેશન સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસના પદ પર કામ કરી રહી છે. તેમના પતિ પણ પોલીસખાતામાં કામ કરે છે. અનુશે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે પાકિસ્તાન પોલિસમાં ફક્ત 0.89% મહિલાઓ છે. અને હું ઇચ્છા રાખુ છું કે વધુને વધુ મહિલાઓ પોલીસ વિભાગમાં કામ કરે. આ માટે હું પણ પોલીસ વિભાગમાં જોડાઇ છું.

શેર કરવા અહીં ક્લિક કરો.