જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાને એક વાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. BSFના અધિકારીએ જણાવ્યુ કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા છે. શહીદ જવાનની ઓળખ કોન્સ્ટેબલ દેવેન્દ્ર કુમાર તરીકે કરવામાં આવી છે. BSF તરફથી પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો. આંતરરાષ્ટ્રીય સરહદે પાક તરફથી કરવામાં આવેલા આ ફાયરિંગ એટલા માટે ચિંતાજનક છે કેમ કે ચાર દિવસ બાદ વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરની યાત્રા પર જવાના છે. પાકિસ્તાની સૈનિકોએ મંગુચક વિસ્તારમાં આવેલી અગ્રણી ચોકીઓ પર સોમવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગે અંધાધૂધ ગોળીબાર કર્યો. આના જવાબમાં ભારતીય જવાનોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. સીઝફાયરમાં BSFએ જણાવ્યુ કે બંને તરફથી લગભગ એક કલાક ગોળીબારી થઈ, જેમાં કોન્સ્ટેબલ દેવેન્દ્ર સિંહને ગોળી વાગી. તેમને ગોળી વાગ્યા બાદ સારવાર માટે તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. જે ચોકી પર દેવેન્દ્ર તૈનાત હતા, તેમાં છિદ્ર હોવાના કારણે ગોળી વાગી.

Contribute Your Support by Sharing this News: