પાલનપુર તાલુકાના પટોસણ ગામમાં યુવતીના અપહરણ મામલે બે જૂથો વચ્ચે ધીંગાણુ થયું હતું. જેમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગામમાં ગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાલનપુર તાલુકાના પટોસણ ગામમાં ગતરોજ બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામના યુવકે એક યુવતીનું અપહરણ કર્યું હતું. જેની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. અને હથિયારો વડે હુમલો કરતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.  જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ ત્યાં દોડી ગઈ હતી. અને અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Contribute Your Support by Sharing this News: