ન્યૂઝિલેન્ડ પછી, નેધરલેન્ડ્સમાં બેફાર્મ ફાયરિંગની ઘટના બની છે. નેધરલેન્ડના ઉટ્રેચ્ટ શહેરમાં 1 ગનમેને હુમલાખોરે ટ્રામમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, જયારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પોલીસે ઘટના સ્થળની ઘેરાબંધી કરીને હુમલાખોરની તલાશ શરૂ કરી છે સ્થાનિક પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે ધ્યાને રાખીને પણ આગળ વધી રહી છે. હુમલા બાદ ઘટના સ્થળ આસપાસ પોલીસ ગોઠવાઇ ગઇ હતી. અને ઘાયલોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ટ્રામ હુમલા પછી અન્ય જાહેર સ્થળોએ ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: