ગરવી તાકાત,અમદાવાદ: હવે તો નાનીઅમથી વાતમાં હત્યાઓ થઇ રહી છે. આવો જ અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જોકે પત્નીના મૃત્યુ અને પતિના જેલ જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે.
શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. જોકે નિકોલ પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી.
નિકોલની સંસ્કૃત રેસીડેન્સી બી બ્લોક માં મકાન નબર 105 માં રહેતા મિતેષ ભાનું આજે બપોર એ તેમની પત્ની અને માતા પિતા ઘરે હાજર હતા. જ્યારે ત્રણ બાળકી ઓ પડોશ માં રમવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપી મિતેષ ને તેની પત્ની પીનલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બાદ માં બેડરૂમ માં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને ગળા પર છરી ના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પતિ મિતેષ ભાંગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ પતિ મિતેષના પિતાને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી. અને આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે આ ઘટનામાં 3 માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી અને પિતા જેલ હલાવે જતા બાળકીઓ નિરાધાર બની છે.
પોલીસનું કહેવું છે કે આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમય થી ઝઘડા ચાલી રહ્યા હતા. અને તેને લઇને મૃતક પત્ની પિનલ તેના પિયર પણ જતા રહ્યા હતા. જો કે પંદર દિવસ પહેલા આરોપી તેને અહી લઈ આવ્યો હતો. પરંતુ ઘરકંકાસ બંધ ના થતા અંતે તેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. ત્યારે પોલીસ પૂછપરછ કરતા આરોપી મિતેષ કોઈ કામધધો કરતો ન હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.જેના કારણે આવેશમાં આવી જઈ પતિએ પત્ની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી.
હાલ તો પોલીસે આ મામલે ઉંડી છાનબીન આરંભી છે. અને, હત્યારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. ત્યારે નાનીઅમથી વાતમાં થયેલી હત્યાથી એક પરિવાર વેરવિખેર થઇ ગયો છે.