નાણાંભીડથી નાયકાનો સોલર પ્લાન્ટ ઉપર સીલ થતાં ખળભળાટ

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે સરેરાશ 50થી 70 વીઘા જમીન ઉપર પાંચ વર્ષ અગાઉ સોલર પ્લાન્ટ નખાયો હતો. પેટા કોન્ટ્રાક્ટમાં કેટલાંક વર્ષ વીજ ઉત્પાદન કર્યા બાદ કંપની એક વર્ષથી મુશ્કેલીમાં આવી ગઈ છે. ગત દિવસોમાં એક સાથે અનેક ઇન્વર્ટર બની જવાને કારણે અને કેટલીક ચીજવસ્તુઓની ચોરી થઇ જવાથી પ્લાન્ટને અસર થઇ હતી.સમી અને રાધનપુર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોલર પ્લાન્ટનું આગમન વધ્યું છે. આ દરમિયાન નાયકાનો પ્લાન્ટ આર્થિક સંકટમાં આવતા સીલ કરી દેવામાં આવ્યો છે. અંદાજીત 80 કરોડની લોન નહીં કરતા બેન્કે કબજો લઈ ગ્રાહક શોધવા ગામમાં ધામા નાખ્યા છે.

આ દરમિયાન નાણાકીય સંકટને પગલે પ્લાન્ટમાં સાફ-સફાઈ બંધ થતાં તાળા મારવાની નોબત આવી હતી.  એક વર્ષની વીજ ઉત્પાદન બંધ કર્યાની જાણ બેંકને થતાં લોન ભરપાઇ થવામાં પ્રશ્ન ઉભો થયો છે. સ્થાનિક આગેવાન હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, સરેરાશ 80 કરોડની લોન બાકી હોવાથી બેંક અધિકારીઓ મુલાકાતે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેંક ઓથોરિટીએ પ્લાન્ટ કબજે કરી અન્ય કંપની મારફત ચાલુ કરાવવા મથી રહી છે. એકવાર પ્લાન્ટ ચાલુ થઇ ગયા બાદ તેનું વેચાણ કરી લોનની રકમ ઊભી કરવા બેંક પ્રયત્નશીલ બની છે.

શેર કરવા અહીં ક્લિક કરો.