નવી દિલ્હીઃ સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર શાનદાર ઑફર આપવાનું એલાન કર્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

            એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે ભારે છૂટ જે અંતર્ગત યાત્રિઓને ટિકિટ પર ભારે છૂટ મળશે. જણાવી દઈએ કે સામાન્ય રીતે ઈમર્જન્સીમાં યાત્રા કરનાર લોકોને એર ટિકિટની તગડી કિંમત ચૂકવવી પડે છે. પરંતુ એરલાઈને જે ઑફર આવી છે તે આની તદ્દન વિપરિત છે. એટલે કે લાસ્ટ મિનિટ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે છૂટ ઉડાણની 3 કલાક પહેલા ટિકિટ લીધી તો છૂટ મળશે એર ઈન્ડિયાએ આ ઑફર અંતર્ગત જો ફ્લાઈટમાં સીટ ખાલી રહી જાય છે અને ઉડાણની ત્રણ કલાક પહેલા કોઈ ટિકિટ કરાવીને સીટ ભરી દે છે તો તેને ટિકિટના ભાવમાં તગડી છૂટ મળી શકે છે. એટલે કે હવે અર્જન્ટ ટિકિટ કરાવવા પર હદથી વધુ કિંમત ચૂકવવાનો તણાવ નહી ભોગવવોવ પડે. જણાવી દઈએ કે અગાઉ લાસ્ટ મિનિટ બુકિંગ માટે લોકોને સામાન્ય ભાડાથી 40 ટકા વધુ કિંમત ચૂકવવી પડતી હતી. એર ઈન્ડિયાની ધમાકેદાર

ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે છૂટ ગમે ત્યાંથી ટિકિટ ખરીદવા પર પણ છૂટ મળશે એર ઈન્ડિયાએ શુક્રવારે આ અંગે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઈમર્જન્સીમાં સફર કરનાર યાત્રીઓએ હંમેશા મુસ્કેલીનો સામનો કરવો પડે છે. તમામ લોકો ઈમર્જન્સીમાં ટિકિટ લેવામાં સક્ષમ નથી હોતા. અહીં જણાવવામાં આવ્યું છે કે એરલાઈન્સે કોમર્શિયલ રિવ્યૂ મીટિંગમાં આ ફેસલો લીધો છે. જે અંતર્ગત નક્કી કરવામાં આવે છે કે ટિકિટ ગમે ત્યાંથી ખરીદી હોય, લાસ્ટ મિનિટ બુકિંગ પર છૂટ મળવી નક્કી છે. એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે છૂટ લાસ્ટ મિનિટ બુકિંગ પર યાત્રીઓને ભારે નુકસાન થતું એર ઈન્ડિયાની આ ઑફર અનોખી અને ખાસ એટલા માટે છે કેમ કે બાકી એરલાઈન્સમાં લાસ્ટ મિનિટ બુકિંગ આજે પણ મોંઘી થતી જાય છે. એર ઈન્ડિયાએ આ ઑફર કાઉન્ટર, મોબાઈલ એપ, વેબસાઈટ અથવા ટ્રાવેલ એજન્ટથી બુકિંગ કરાવવા પર લાગૂ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.