ગુજરાત સરકાર ગૃહ વિભાગ તરફથી નાસતા ફરતા આરૉપીઓ પકડવાની આપવામાં આપેલ ઝુંબેશ અનુસંધાને મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી *નિલેશ જાજડીયા સાહેબ* તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મહેસાણા વિભાગ નાઓના માગૅદશૅન હેઠળ નંદાસણ પો.સબ ઈન્સ. એમ.જી.રાઠોડ તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ. વિક્રમસિંહ ગઢવી , હેડ કોન્સ રાજેન્દ્રસિંહ તથા પો.કોન્સ. મહેશભાઈ એ રીતેના સ્ટાફના માણસો પો.સ્ટેના ગુન્હામાં તેમજ અન્ય ગૂન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ બાબતે તપાસ કરી માહીતી મેળવતા હોઈ જેમને માહીતી મળેલ કે,
શાહનવાજ લાલાભાઈ મલેક ઉ.વ.31 રહે.એ-901,એમ.બી.ટાવર ,ખાનપુર, અમદાવાદ વાળો નંદાસણ પો.સ્ટેશન સે.ગુ.ર.નં 187/2013 પશુ સંરક્ષણ ધારા કલમ -11(એલ) મુજબના ગુન્હાના કામે અને *છેલ્લા પાંચ વર્ષથી* નાસતો ફરતો હોઈ જેના હાલના સરનામાંની માહિતી મેળવી જે હકીકત આધારે ડી.સી.બી. પોલીસ અમદાવાદ શહેર નાઓનો સહકાર મેળવી * આરોપી શાહનવાઝ સિરાજમીયા લાલાભાઈ મલેક ઉવ.31 રહે.એ-901,એમ.બી.ટાવર,ખાનપુર, અમદાવાદ મુળ રહે-સોદાગરની પોળ,કાલુપુર, અમદાવાદ શહેર * વાળા ને પકડી લાવી ઊપરોક્ત ગુન્હાના કામે તા.28/12/2018 ના ક. 23/45 વાગે નંદાસણ પો.સ્ટે.થી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
*આમ, નંદાસણ પો.સ્ટે ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.