સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) અને ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેસન (આઈસીએસઈ) બોર્ડની 12 માંની પરીક્ષા રદ કરવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. હવે આ મામલે સોમવારે સુનાવણી થશે. અરજીમાં પરીક્ષાઓ મુલતવી રાખવાને બદલે સીધી પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. વળી, આજે પરીક્ષા મુલતવીને લઇને કોંગ્રેસની વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ શિક્ષણ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, હાલની પરિસ્થિતિ પરીક્ષાનાં આચાર અનુસાર યોગ્ય નથી પરંતુ જો પરીક્ષા મુલતવી રાખવામાં આવે તો પરિણામોમાં વિલંબ થશે. જેની અસર વિદ્યાર્થીઓનાં આગળનાં અભ્યાસ પર પડશે. તેથી, પરીક્ષા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓને ગુણ આપવાનો માર્ગ શોધી કાઠવો જોઈએ, જેથી પરિણામ વહેલી તકે જાહેર કરી શકાય. વળી 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભારતનાં મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાને પરીક્ષાનું ફિજીકલ સંચાલન કરવાના પ્રસ્તાવને રદ કરવા અને ગયા વર્ષની જેમ વૈકલ્પિક મૂલ્યાંકન યોજના પ્રદાન કરવા પત્ર લખ્યો છે. જો કે, એમઓઇનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી પ્રાપ્ત થયેલા પ્રતિસાદનાં આધારે, સર્વસંમતિ છે કે પરીક્ષા લેવી જોઈએ, જેવુ શિક્ષણ પ્રધાન દ્વારા કહેવામા આવ્યુ છે તે મુજબ, 12 માં ધોરણની પરીક્ષા અંગેનો અંતિમ ચુકાદો 1 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે.બીજી તરફ, કોંગ્રેસની વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ, કેન્દ્ર સરકાર પાસેથી વર્ગ 12 ની પરીક્ષા રદ કરવાની માંગ માટે શિક્ષણ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે. કોરોના રોગચાળાનાં બીજા મોજા વચ્ચે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય અંગેની આશંકાને કારણે એનએસયુઆઈ 12 માં ધોરણની પરીક્ષા રદ કરવાની માંગ કરી રહી છે.