ધોરણ 10નું પરિણામ જાહેર, જામનગરના બે વિદ્યાર્થીઓએ ગુજરાતમાં કર્યું ટૉપ

શેર કરવા અહીં ક્લિક કરો.

જામનગરઃ સોમવારે સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ કેન્દ્ર લેવલે ડંકો વગાડ્યો છે. જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કૂલના આર્યન ઝાએ 500માંથી 499 માર્ક્સ મેળવ્યા, કેડી અંબાણી વિદ્યામંદિર જામનગરની આયુષી શાહે 500માંથી 497 માર્ક્સ મેળવ્યા, ખુશાલી મિનાએ 500માંથી 496 માર્ક્સ મેળવ્યા અને જેએચ અંબાણી સરસ્વતી વિદ્યામંદિર સુરતના સ્ટૂડન્ટ મેઘે 500માંથી 496 માર્ક્સ મેળવ્યા હતા.

બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલમાં પણ 100 ટકા રિઝલ્ટ આવ્યું છે. શાળાના 410 વિદ્યાર્થીઓમાંથી 240 વિદ્યાર્થીઓને 90 ટકા કરવા વધુ માર્ક્સ આવ્યા છે. હરદેવ રાવલ (99.2), નિખિલ વાઢેર (99%) અને અર્ચિત રાજ (98.80%) સ્કૂલના ટૉપર છે. ગાંધીનગરની ડીપીએસ સ્કૂલના 247 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓને 90 ટકા કરતાં વધુ માર્ક્સ આવ્યા છે. 98.2 ટકા સાથે સૌરભ ભારદ્વાજ સ્કૂલ ટૉપર રહ્યો. જ્યારે 98 ટકા સાથે દિયા પટેલ બીજના પનંબર પર આવી.

સંત કબિર સ્કૂલના 233 વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક્સ આવ્યા. 98.2 ટકા સાથે ખ્યાતી જૈન સ્કૂલ ટૉપર રહી. જ્યારે 97.8 ટકા સાથે વૈદેહી મિશ્રા બીજા નંબર પર આવી છે. જ્યારે મહારાજા અગ્રસેન વિદ્યાલયના 130 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓને 90 ટકા કરતાં વધુ માર્ક્સ આવ્યા છે. 98.4 ટકા સાથે આસ્થા પટેલને પહેલો ક્રમાંક જ્યારે 97.6 ટકા સાથે સુવ્રત ગોલછાને બીજો નંબર આવ્યો છે. પ્રકાશ સ્કૂલની દિવિજા મેહતા 98 ટકા સાથે સ્કૂલ ટૉપર રહી, જ્યારે 96 ટકા સાથે નિખર્વ દોમડિયાએ બીજું સ્થાન હાંસલ કર્યું.

ICSE Results 2019: આજે જાહેર થશે 10માં અને 12માંના પરિણામ, આ રીતે કરો ચેક

શેર કરવા અહીં ક્લિક કરો.