ધાનેરા માં પરણિત યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ધાનેરા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
ધાનેરા ના લાધાપુરા વિસ્તાર માં રહેતા ગલ્લો ચલાવી ગુજરાન કરતા અનિકશાહ ના પત્ની સાહિનબાનુ એ આજે તેમના જ ઘરે પંખે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. અનિકશાહ બપોર ના સમયે ઘરે આવતા તેમને તેમના  રૂમમાં જઈ જોયું તો તેમના પત્ની મૃત હાલત માં પંખે લટકતા જોવા તે પણ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેમના પરિવાર તેમજ આજુ બાજુ થી લોકો ને બોલાવી લાશ નીચે ઉતારી હતી અને પીએમ અર્થે ધાનેરા ની રેફરલ હોસ્પિટલ માં ખસેડી હતી. તો બીજી તરફ સાહિનબાનું ના પિયર પક્ષ ના લોકો પણ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ નું પીએમ કરવી લાશ લઈ ગયા હતા. અત્યારે તો ધાનેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ મોત નું સાચું કરણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.