ધાનેરામાં પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન આજે ધાનેરા નગર પાલિકાએ પણ લાલ આંખ કરતા ધાનેરામાં અનેક લોકોને દંડ મળ્યો હતો. ખાનગી હોસ્પિટલોને મોટા દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને દેવદર્શન શોપિંગમાં આવેલી એક દુકાનને પણ સિલ મારવામાં આવ્યું હતું. નગરપાલિકાને મળેલી કમ્પ્લેનના આધારે ધાનેરાની બે મોટી હોસ્પિટલ એટલે કે શ્રદ્ધા હોસ્પિટલને ૮૨૦૦ અને શુભમ હોસ્પિટલને ૫૦૦૦ હજારના દંડ સાથે અનેક હોસ્પિટલને નાના મોટા દંડ ફટકારવામાં આવ્યા છે. ધાનેરાની મોટાભાગની હોસ્પિટલમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ડોકટર જેવા જાગૃત લોકોએ સોસીયલ ડિસ્ટન અને માસ્ક બાબતે બેદરકારી રાખતા આખરે નગરપાલિકાની ટીમે દંડ ફટકારીને સમજ આપી હતી કે માસ્ક અને સોશીયલ ડિસ્ટનનો અમલ બધા માટે છે. આમ ધાનેરા નગરપાલિકાએ આવા બેજવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરતા અનેક વેપારીઓ અને હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાતા માસ્ક અને ડિસ્ટનસનો અમલ થતો જોવા મળ્યો હતો. ત્યારે આ દંડમાંથી ધાનેરાના ડોક્ટરો કેવી શીખ લઈને કેટલા દિવસ નિયમોનું પાલન કરે છે તે કહેવું મુશ્કેલ છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: