પોલીસે બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અેડાલ ગામ નજીક પોલીસે બાતમી આધારે કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ તેની સાથે બે શખ્સોની પણ ધરપકડ કરી છે.બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એડાલ ગામની સીમમાંથી કારમાં વિદેશી દારૂ લઈ જવાનો હોવાની માહિતી આધારે ધાનેરા પોલીસે રેડ કરતા આઇટેન ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયરની ૧૧ પેટીઓ રૂ.૨૨ હજારનો દારૂ ઝડપાઇ જતાં પોલીસે ગાડીના ચાલક શ્રવણસિંહ અગરસિંહ દેવડા તથા મલારામ તોલાજી કોળી રહે જાખડી, રાણીપુર વાળાને ઝડપી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: