દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વિશ્વની નામાંકિત દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ દૂધસાગર ની હરિયાળી ધરતી ઉપર પોતાના સ્વહસ્તે એક વધુ વૃક્ષ વાવી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં આ પરિવાર સાથે જોડાયેલા લાખો પશુપાલકો ને વૃક્ષારોપણ થકી જ વિશ્વ ની રક્ષાનો સંદેશ આપ્યો હતો.

કોરોના મહામારી જેવા વિકટ સમયથી અને કલાઇમેન્ટ ચેન્જની વિપરીત અસરોથી સુરક્ષિત રહેવા હવે વૃક્ષ એ જ આપણું રક્ષક બની શકે તેમ છે ! આ ધરતી ઉપર પહેલો અધિકાર વૃક્ષનો છે, અને એ સિવાય માનવજાત અસુરક્ષિત છે જેવા મૌલિક વિચારો રજુ કર્યા હતા . ઉલ્લેખનીય છે કે ; મહેસાણા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના તમામ વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.