ઉપેન્દ્ર શુક્લાની ફાઇલ તસવીર
ઉપેન્દ્ર શુક્લાની ફાઇલ તસવીર

ઉપેન્દ્રની હાલત એટલી ખરાબ હતી કે તેને પોતાનાં પરિવારનું કટરથી ગળું કાપી નાંખ્યું.

 દિલ્હીનાં મહરૌલીમાં શુક્રવારે મોડી રાતે હૃદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે. વાર્ડ 2નાં રહેવાસી એક ટ્યૂશન શિક્ષકે પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોની હત્યા કરી દીધી છે. આરોપીની ઓળખ ઉપેન્દ્ર શુક્લા તરીકે કરવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘણાં સમયથી તે ડિપ્રેશનમાં હતો અને તેનાં જ કારણે આ પગલું ભર્યું છે. ઉપેન્દ્રની હાલત એટલી ખરાબ હતી કે તેને પોતાનાં પરિવારનું કટરથી ગળું કાપી નાંખ્યું.

જણાવવામાં આવી રહ્યું છે કે રાતે 1 વાગે તેણે બધાની હત્યા કરી દીધી. ડીસીપી દક્ષિણ દિલ્હીએ જણાવ્યું કે આરોપીએ હત્યા કર્યા પછી એક નોટ પણ લખી હતી. જેમાં તેણે પરિવારની હત્યા કરવાની વાત કબૂલી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ હત્યા કર્યા પછી પોતાની જાતને પણ ચપ્પુથી ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઘટનાસ્થળેથી તે ક્યાંય ભાગ્યો નહીં અને પોલીસે તેને ત્યાંથી જ પકડ્યો હતો.

ઘટના સ્થળની તસવીર

હાલમાં હજી જાણી નથી શકાયું કે તેણે આખા પરિવારની હત્યા કેમ કરી. આ માણસનાં 3 બાળકો હતાં. જેમાંથી મોટી છોકરીની ઉંમર 7 વર્ષ, છોકરાની ઉંમર 5 વર્ષ અને સૌથી નાની છોકરીની ઉંમર 2 મહીના હતી.

મૃતકોમાં ઉપેન્દ્રની પત્ની અને ત્રણ બાળકો સામેલ છે. જે ઘરમાં આ ખૂની ખેલ ખેલાયો ત્યાં આરોપીની માતા પણ રહેતી હતી. તેમણે જોયું કે ઉપેન્દ્ર દરવાજો ખોલી રહ્યો ન હતો. એટલે તેણે સવારે પડોશીને બોલાવ્યો. જે પછી તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.