બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર મામલતદાર કચેરીના નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. નાયબ મામલતદારને હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ધંધા રોજગારમાં છૂટછાટ મળ્યા બાદ સંક્રમણ વધતા અને લોકો બિન્દાસપણે સરકારી નિયમોનું પાલન કર્યા વિના જ કરતા હોય લોકલ સંક્રમણ વધી જતાં કોરોનર પોઝિટિવ કેસો પણ ઉછાળો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર પણ દોડધામમાં મુકાઇ જવા પામ્યું છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેમાં દિયોદરના નાયબ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ભરતભાઇ કાનાબારનો પણ કોરના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ તેઓને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું અને જિલ્લા કલેકટર દ્વારા એ.એમ.સી ક્વોટામાં સારવાર પૂરી પાડવા અ.મ્યુ.કો.કમિશનરને ભલામણ પણ કરાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: