દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ખાનગીકરણ ના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે તેમજ ખાનગીયુનિવર્સીટીના વિદ્યાર્થીઓને સરકારી એગ્રિકલચર યુનિવસિટીમાં એડમિશન માટેનો કેશ ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ઘણાસમયથી ચાલી રહ્યો છે ત્યારે તારીખ 29 ઓગસ્ટ નાં રોજ ગુજરાત હાઈકોર્ટમાં ફરીવાર ચુકાદાની તારીખ પાછળ જતાએમ.એસ.સી અભ્યાસ્ક્રમમાં વિદ્યાર્થીઓના એડમિશન લેટ થઇ રહ્યા છે અને સરકારી એગ્રિકલચર ના વિદ્યાર્થીઓ દ્વારાખાનગીકરણનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે પણ ગુજરાતહાઈકોર્ટમાં ચુકાદામાં તારીખો પર તારીખ આપવામાં આવી રહી છે જેના અંતર્ગત આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડાએગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ દ્વારા ખાનગીકરણનો ઉગ્ર વિરોધ પ્રગટ કરી અને ન્યાયની પોકાર માટે ખાનગીકરણ નાવિરોધમાં ખાનગીકરણની સ્મશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત 600 થી 700 વિદ્યાર્થીઓ જોડાયાઅને ખાનગીકરણ ના પૂતળાની સ્મશાન યાત્રા નીકાળવામાં આવી તેમજ ખાનગીકરણના પૂતળાનું દહન કરી વિરોધનોંધાવ્યો.

 [YUMPU epaper_id=”79″ width=”512″ height=”384″]

Contribute Your Support by Sharing this News: