શું આ રીતે ભણશે ગુજરાત તેવા ઉઠ્યા સવાલ ?
દાંતા તાલુકા ની પાસે આવેલ દીવડી ગામની પ્રાથમિક શાળામાં 5  ધોરણ છે તેમાં હાલમાં એક જ શિક્ષક તે પણ અંધ હતો જે ત્યા સંગીત શિક્ષક તરીકે નોકરી કરે છે બાકી આ શાળામાં કોઈપણ શિક્ષક તપાસ કરતા હાજર મળેલ નથી ત્યાંના સ્થાનિક ગામલોકોને પૂછપરછ કરતાં તેમને જણાવ્યું હતું કે અહીંયા કોઈ જવાબદાર શિક્ષક આવતા નથી વિદ્યાર્થીઓને ૮ એપ્રિલથી પરીક્ષા ચાલુ થવાની હોય તોપણ શાળામાં કાયમી ખાતે કોઈ શિક્ષક છે જ નહીં સ્થાનિક ગામલોકો એ વારંવાર રજૂઆત કરવા છતાંય શિક્ષણ અધિકારી એ  ગોળ ગોળ  જવાબ આપીને જતા રહે છે ગામલોકો ની રજૂઆત છે કે દીવડી પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષક મુકાશે કે પછી આવનાર પરીક્ષા માં બાળકોનું ભવિષ્ય ખરાબ થશે તેઓ ત્યાંના લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. શાળામાં છેલ્લા પાંચ વર્ષથી  શાળાના છતના પતરા તૂટી ગયેલા  છે  તોપણ શિક્ષણ અધિકારીઓ કોઈ પગલાં ભરતા નથી અને ત્યાંના નાના બાળકો નો બીપી જીવ જોખમમાં હોય  તેવી પરિસ્થિતિ જોવા મળે છે.
Contribute Your Support by Sharing this News: