દાંતા તાલુકાના મોટાસડા પાસે વેલવાડા રોડ ઉપર પસાર થતી કાર પર ઝાડ પડતા સીએનજી સિલિન્ડર ફાટતા કાર આગમાં લપેટાઈ હતી. જે ગમખ્વાર અકસ્માતમાં એક શિક્ષકનું મોત થયું હતું.જયારે અન્ય બે ઘાયલ થતા સારવાર માટે ખસેડ્યા હતા.જાણવા મળ્યા મુજબ સકલાણા ગામની શાળાના શિક્ષકો કારમાં સવાર થઇ તાલીમમાં જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં ફસાઈ જતા દિલીપભાઈ નામના શિક્ષકનું મોત થયું હતું. અન્ય બે શિક્ષકો ઘાયલ થતા તેમને પાલનપુર રીફર કરાયા હતા.બનાવની જાણ થતા દાંતા પોલિસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

Contribute Your Support by Sharing this News: