બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર LCB ના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના મહેશભાઈ, ભરતભાઈ, ધેગાજીની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં વાંમી ત્રણરસ્તા પર વાહન ચેકિંગ માં હતા.

વાહન ચેકિંગ દરમ્યાન એક માર્શલ ગાડી આવતાં ઊભી રાખવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ભગાડી હતી. તેથી પોલીસે પીછો કરી જાંણદી ત્રણરસ્તા પાસે નાકાબંધી કરી માર્શલ ગાડી નંબર GJ.2 R.006ની જેનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની કુલ બોટલ નંગ-1488 કી.રૂ,1,48,800 તથા ગાડી કી.રૂ. 1,00,000 એમ કુલ મુદામાલ કી,રૂ,2,48,800નો કબજે કરી તેના વિરુદ્ધ રાદ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Contribute Your Support by Sharing this News: