થરાદ તાલુકાના મલુપુર ગામે સુજલામ્ સુફલામ્ જન યોજના અંતર્ગત જળસંચય કામગીરી માં ખેડુતોનો અ સંતોષ
થરાદના મલુપુર ગામમાં ગુજરાત સરકાર દ્વારા પુરજોશમાં ચાલી રહેલ જળસંચય માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ યોજનામાં તળાવને ઉંડા કરી પાણીનો સંગ્રહ થાય તથા તે પાણી બધાને ઉપયોગમાં આવે તે માટે રાજય સરકાર ના મંત્રી પરબતભાઇ પટેલ ટ્રારા  મોહરત કરવામાં આવ્યું હતું
જેમાં મલુપુર ગામ ના પણ તળાવ ઊંડું કરવાની તજ વીજ હાથ ધરવામાં આવી હતી જે કામ ગીરી માં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામ લોકોમાં રાડ ઉઠવા પામી છે
મલુપુર ના ભુતેડી તળાવ માં કરવામાં આવતા ખોદકામ માં રાત્રી ના સમયે બે મશીન ખોદકામ કરવામાં આવે છે જેથી માટી હાઇવાઓ(મોટી ગાડીઓ)દ્વારા થરાદ એ.પી.એમ.સી.માકૅટ માં નાખવામાં આવે છે જેના થી ખેડૂતો ને માટી ન મળતી હોવાથી આજે મલુપુર ના ૪૦થી વઘુ ખેડૂતો એ ટ્રેકટર ટ્રોલી ની રેલી કાઢીને થરાદ પ્રાત અધિકારી ને સાચા ન્યાય માટે આવેદનપત્ર આપ્યું હતું