થરાદના ભોરોલ ગામે ગૌશાળામાં લીલો ઘાસચારો વાડાઓમાં અલગ અલગ જગ્યાએ વિતરણ કરી ઘર તરફ ગાડી સાથે પરત ફરી રહેલા ટ્રસ્ટી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા રહેણાંક પર જઈ રિવોલ્વર વડે કરાયું બે રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામજીભાઈ માનસેગજી ચૌહાણ(રાજપૂત) રહે ભોરોલ તા.થરાદ વાળાઓ ગામમાં આવેલી ગૌશાળા ના ટ્રસ્ટી હોવાથી ગુરુવારે બપોર બાદ ગૌશાળામાં રહેલી ગાયો માટે લીલો ઘાસચારો આવેલ હોવાથી વાળાઓમાં અલગ અલગ પ્રમાણે વિતરણ કરાવી સાંજના સમયે ગૌશાળાએથી બોલેરો કેમ્પર ગાડી લઈને ઘર તરફ પરત ફરતાં ગામમાં આવેલ ચૌહાણ વાસના નાકા પાસેથી તેઓના ઘર તરફ ગાડી વાળતા ગામના જોગાજી ચૌહાણ ઉભેલા હતા. જેથી તેઓએ ગાડી ઉભી રખાવવા હાથનો ઈશારો કરી ગાડી ઉભી રખાવી કહેલ કે કેમ મારા પગ ઉપર ગાડી ચડાવી છે. જેથી ગાડી બહુ દૂર છે તેવું કહેતા ટ્રસ્ટીને મા બેન સામે ભૂંડી ગાળો બોલતાં બંને વચ્ચે ઝપાઝપી થતાં ટ્રસ્ટી પોતાની કેમ્પર ગાડી લઈને પોતાના ઘર તરફ જતાં ગાડીના ડ્રાયવર સાઈડના ભાગે આવેલ સાઈડ ગ્લાસમાં જોતાં જોગાજી તેઓના ઘર તરફ દોડ્યા હતા. ત્યારે હું મારા ઘરે પહોંચી જતાં જોગાજી ચૌહાણ તેમજ રામજીભાઈ ચૌહાણ બંનેના હાથમાં રિવોલ્વર તેમજ રામજીનો ભાઈ પથુજી ચૌહાણ બંદૂક સાથે ત્રણેય શખ્સો મારા રહેણાંક ઘરે આવતાં મને મારા પત્ની તેમજ પિતા સહિત પુત્ર આવી મને ઘરમાં પુરી દીધેલ ત્યારે જોગાજી ચૌહાણ કહેવા લાગેલ કે બહાર નિકળ આજે તને મારી નાખવો છે. તેમ કહી રિવોલ્વર માંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં સદનસીબે હું બચી ગયેલ જેમાં મોટો હોબાળો થતાં આજુબાજુ માં રહેતાં લોકો દોડી આવતાં ત્રણેય ઈસમો જતા રહેતાં હું મારા પુત્ર સહિત પોલીસ મથકે આવી જોગાજી રાજપૂત, રામજીભાઈ ચૌહાણ, પથુજી ચૌહાણ સામે ઉપરોક્ત મુજબનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: