અમદાવાદ શહેરમાં તાળા-ચાવી રીપેરીંગનાં નામે અલગ-અલગ સોસાયટીઓમાં ફરીને બંધ મકાનની દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે તે મકાનમાં ઘરફોડ ચોરી કરતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક યુવક ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના વેચવા માટે અમરાઈવાડી વિસ્તારમાં આવી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી અમરાઈવાડીમાં શિવાનંદનગર શાકમાર્કેટ પાસે રોડ પરથી અશોકસિંગ શીખ નામના યુવકને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી અલગ અલગ ડિઝાઈનની સોનાની 3 ચેન, બુટ્ટી સહિત ૭૫ હજારથી વધુની કિંમતના દાગીના ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા તેણે અમદાવાદ શહેરમાં અમરાઈવાડી, કૃષ્ણનગર, વટવા, રામોલ, ખોખરા અને રાણીપ સહિત દાણીલીમડા, સરદારનગર જેવા અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

Contribute Your Support by Sharing this News: