ધર્મ:20 ફેબ્રુઆરી 2021 શનિવારે માહ શુક્લની અષ્ટમી છે. શનિવારે તેમની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે. શનિ ગ્રહને જ્યોતિષ મુજબ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/400x400_80/fetchdata16/images/c4/6b/22/c46b221a0b5c37adb2c80c8ad5d78e8e61d8df97efe5b8de160c7c8fb2f832e8.jpg)
શનિવારનો દિવસ વિશેષરૂપે શનિદેવની કૃપા મેળવવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શનિવારના દિવસે કેટલાક અચૂક ઉપાય છે જેનાથી શનિ શાંત રહે છે.
આ સાથે જ જો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો શનિદેવનો પ્રકોપ ઓછો રહે છે.
અહી જાણો શનિવારના નાના-નાના ઉપાય…
– સૂર્યાસ્તના સમય સૂનસાન સ્થાન પર સ્થિત પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો
– શનિદેવને પીળા રંગના ફૂલ ચઢાવો અને ૐ શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરો
– જે હનુમાનજીના ભક્ત હોય છે તેમને શનિદેવ કષ્ટ નથી પહોંચાડતા. તેથી આ દિવસે રામ ભક્ત હનુમાનને પ્રસન્ન કરવા માટે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો.
– સવાર સવારે સ્નાનવગેરેથી પરવારીને એક વાડકી તેલ લઈને તમારો પડછાયો જુઓ અને પછી તે દાન કરી દો.
આ નામોનો પણ કરો જાપ
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
અર્થાત – 1. કોણસ્થ, 2. પિંગલ, 3. બભુ, 4. કૃષ્ણ, 5. રૌદ્રાન્તક, 6. યમ, 7. સૌરિ, 8. શનૈશ્ચર, 9. મંદ व 10. પિપ્પલાદ.
શનિના આ દસ નામ લેવાથી શનિની સાઢેસાતી સંબંધિત બધા કષ્ટ દૂર થઈ જાય છે.
ભૂલથી પણ ન કરો આ કાર્ય, સાડાસાતીમાં પણ બની રહેશે શનિદેવની કૃપા દ્રષ્ટિ
જ્યોતિષશાસ્ત્ર મુજબ જે રાશિમાં સાડાસાતી ચાલતી હોય છે. તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ શનિની મહાદશામાં પણ શનિ શુભ ફળ નથી આપતા.જો કે જન્મકુંડલીમાં જો શનિ શુભ સ્થાન પર બિરાજમાન હોય તો શનિ શુભ ફળ પ્રદાન કરે છે.
શનિને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ જાતકને તેમના કર્મ મુજબ ફળ આપે છે. શુભ કાર્યોનું શુભ ફળ મળે છે જ્યારે ખરાબ કર્મનું અશુભ ફળ મળે છે. જેથી શનિની કૃપા મેળવવા માટે સત્કર્મ તરફ વળવું પહેલી શરત છે. શનિદેવ ક્યારે નારાજ થાય છે?
જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો ક્યારેય ગરીબ, વૃદ્ધ, દિવ્યાંગ, મજબુર વ્યક્તિને અપમાનિત ન કરવી જોઇએ. આવી વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરવાથી શનિદેવ નારાજ થાય છે. આવા કુકર્મ કરનારે શનિની સાડાસાતી સમયે વધુ કષ્ટોનો સામનો કરવો પડે છે.
શનિવારે અવશ્ય કરો આ કાર્ય
શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવાથી શનિદેવના કૃપા પાત્ર બની શકાય છે.શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની શક્ય તેટલી મદદ કરવાથી સાડાસાતીમાં પણ તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. શનિવારે શનિ અથવા કષ્ટભંજનના મંદિર સેવા પૂજા કરવાથી અને તેલ ચઢાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.