બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ રસ્તાઓ પર વાહનોની અવર જવર વધતાં અકસ્માતોની જાણે વણથંભી વણઝાર મંડાણી છે. આજે ડીસા થરાદ હાઇવે પર લાખણી કેનાલ પાસે બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાનીની મોટી ઘટના તરીકે જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લામાં રસ્તાઓ પર વાહનોની અવર જવર માટે લોકડાઉન બાદ સરકારે મંજૂરી આપ્યા બાદ અકસ્માતોની વણથંભી વણજાર મંડાણી છે. છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. ત્યારે આજે ડીસા થરાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લાખણી કેનાલ પાસે બસ અને જીપ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતની વિગત એવી છે કે ડીસા તરફથી આવી રહેલી જીપ અને સામેથી આવી રહેલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ ચાલકની બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી ગઇ હતી. આ બનાવમાં જીપના ચાલકને સામાન્ય ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: