વડાવલ ડીસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગત એપ્રિલ મહિનાની ૧૬ મી તારીખે થયેલા આકાશી આફત માં મોટું નુકસાન થવા પામ્યું હતું જેમાં કૃષિપાકોની સાથે-સાથે ખેડૂતોના મિલકતોને પણ વ્યાપક નુકસા

ન થવા પામ્યું હતું ડીસા તાલુકાના વડાવળ સહિતના આજુબાજુ ગામડાઓમાં બરફના મોટા મોટા કરા પડતા ખેડૂતોના મકાનો ના તથા પશુઓના માટે બનાવેલ તબેલાઓ ના પતરાઓ નળીયાં તુટી જવા પામ્યા હતા જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એકબાજુ આગામી સમયમાં ચોમાસુ ઋતુનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખેડૂતોના પર આવેલી આકાશી આફતમાં સરકાર મદદરૂપ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છેડીસા તાલુકામાં આવી પડેલી આકાશી આફત ના સમયે ચૂંટણીનો માહોલ ચાલતો હોવાથી ખેડૂત વર્ગ ને મોટી આશા રહેલી હતી પણ ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠા જિલ્લાનો એક પણ રાજકીય આગેવાન ખેડૂતોની વેદના સાંભળી નથી.