આ વર્ષે નવેમ્બરમાં ક્રિકેટ ચાહકો ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-૨૦ લીગની મજા લઇ શકશે. તમને જણાવી દઈએ કે, ટી-૧૦ લીગની શરૂઆત ૧૪ નવેમ્બરથી થવાની છે. અત્યાર સુધી ટી-૧૦ લીગની બે સીઝન રમાઈ ચુકી છે અને ઘણી સફળ પણ રહી હતી.

અબુધાબીમાં ટી-૧૦ લીગની ત્રીજી સીઝનની શરૂઆત નવેમ્બરમાં થશે. તમને જણાવી દઈએ કે, ટી-૧૦ લીગનું પ્રથમ ટાઈટલ કેરલા કિંગ્સે જીત્યું હતું અને બીજી સીઝનમાં નોર્ધર્ન વોરિયર્સની ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

ટી-૧૦ લીગની ત્રીજી સીઝન

ટી-૧૦ લીગની ત્રીજી સીઝનમાં ૯ ટીમો ભાગ લેવાની છે. તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિનના આધાર પર રમાઈ છે. આ વખતે ત્રીજી સીઝનમાં ૨ નવી ટીમ સામેલ થઈ છે. પાકિસ્તાનની ટીમ કલંદર્સ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ટીમ બાંગ્લા ટાઈગર્સ પણ આ વખતે ટી-૧૦ લીગમાં મેચ રમતી જોવા મળશે.

આ લીગમાં આ વખતે દિલ્હી બુલ્સ અને ડેક્કન ગ્લેડીએટર્સની ટીમ પણ રમવાની છે. વાસ્તવમાં આ બંને ટીમોનું નામ પહેલા બંગાળ ટાઈગર્સ અને સિંધી હતું. હવે બંને ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ટીમનું નામ બદલી દીધું છે.

આ સ્ટાર્સનો જોવા મળશે ઝ્લવો

ટી-૧૦ લીગની ત્રીજી સીઝનમાં આ વખતે રાશીદ ખાન, શાહિદ આફ્રીદી, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, આન્દ્રે રસેલ, ઝહિર ખાન પણ રમતા જોવા મળશે.

હરાજી ૧૫ ઓક્ટોબરના થવાનો છે. ટી-૧૦ ની સીઝન ત્રણ માટે ખેલાડીઓની હરાજી ૧૫ ઓક્ટોબરના થવાની છે. ટી-૧૦ લીગની ફાઈનલ અબુધાબીમાં રમાવવાની છે.