ઈલેક્શનમાં વોટિંગ કર્યા બાદ મતદાની આંગળી પર એક ખાસ પ્રકારની શાહી લગાવવામાં આવે છે. જે બતાવે છે કે, વ્યક્તિએ મતદાન કર્યું છે. મતદાનના દિવસે વ્યક્તિની આંગળી પર શાહી દેખાય એટલે સમજી લેવાનું કે તે મતદાન કરીને આવ્યો છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, વોટ નાંખતા પહેલા મતદાતાના ડાબા હાથની તર્જની આંગળી પર લગાવવામાં આવે છે. બ્રશ દ્વારા નખની ઉપર પહેલી ગાંઠ સુધી શાહી લગાવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, જો મતદારને આ આંગળી ન હોય તો પછી શાહી ક્યાં લગાવવાય છે? આ માટે પણ ચૂંટણી પંચ દ્વારા નિયમ બનાવાયો છે.

ગુજરાત : ઈલેક્શનમાં વોટિંગ કર્યા બાદ મતદાની આંગળી પર એક ખાસ પ્રકારની શાહી લગાવવામાં આવે છે. જે બતાવે છે કે, વ્યક્તિએ મતદાન કર્યું છે. મતદાનના દિવસે વ્યક્તિની આંગળી પર શાહી દેખાય એટલે સમજી લેવાનું કે તે મતદાન કરીને આવ્યો છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, વોટ નાંખતા પહેલા મતદાતાના ડાબા હાથની તર્જની આંગળી પર લગાવવામાં આવે છે. બ્રશ દ્વારા નખની ઉપર પહેલી ગાંઠ સુધી શાહી લગાવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, જો મતદારને આ આંગળી ન હોય તો પછી શાહી ક્યાં લગાવવાય છે? આ માટે પણ ચૂંટણી પંચ દ્વારા નિયમ બનાવાયો છે, જાણો આ રોમાંચકભર્યાં સવાલનો જવાબ.

તર્જની આંગળી ન હોય તો…
ઘણીવાર એવું થાય છે કે, કેટલાક લોકોને ડાબા હાથમાં તર્જની આંગળી ન હોય. આ આંગળી ન હોય તો પણ ચૂંટણી પંચ પોતાના નિયમને અનુસરે તો છે જ. આવામાં ઈલેક્શન કમિશનની ગાઈડલાઈન્સ અનુસાર, ડાબા હાથની કોઈ પણ આંગળી પર શાહી લગાવી શકાય છે. અને જો વ્યક્તિને ડાબો હાથ ન હોય તો પછી જમણી હાથની તર્જની પર શાહી લગાવવામાં આવે છે. અને જો જમણા હાથમાં પણ તર્જની ન હોય તો…જો વ્યક્તિના જમણા હાથમાં પણ તર્જની આંગળીન હોય તો તેના જમણા હાથની કોઈ પણ આંગળી પર શાહી લગાવી શકાય છે. જો તેના બંને હાથમાં કોઈ જ આંગળી ન હોય તો બંને હાથના કોઈ પણ હિસ્સા પર શાહીનો પ્રયોગ કરી શકાય છે.

Contribute Your Support by Sharing this News: