જે દેશમાં તમે જવાના હો ત્યાંની એન.આર.આઈ. લગ્ન અને કાયદો તે દેશની કાયદાકીય માહિતી સાથે થોડા ઘણાં માહિતગાર થવું જરૂરી

શેર કરવા અહીં ક્લિક કરો.

પહેલાંના જમાનામાં દીકરીને જ્યારે સાસરે વળાવતાં ત્યારે માબાપ એના મુશ્કેલીનાં સમયમાં કામમાં આવે એટલે થોડા પૈસા અથવા દાગીના આપી રાખતાં અને દીકરીને મુશ્કેલ સમયમાં રાહત રહેશે તેવું માનતા. એન.આર.આઈ. લગ્નોમાં જ્યારે પણ દીકરીને પારકા દેશમાં મોકલવામાં આવે છે કે વળાવવામાં આવે છે ત્યારે એને સૌથી વધારે જરૂર હોય છે નવા દેશમાં તે કોઈની જોડે વાત કરી શકે, મળી શકે, તેવી વ્યક્તિની. સૌથી અગત્યનું છે કે દીકરીને વળાવતી વખતે એ જે પ્રાંતમાં જાય છે દાખલા તરીકે ન્યુજર્સી જતી હોય તો ત્યાં રહેતાં તમારા કોઈ સગાં સંબંધી કે મિત્ર અને ખાસ કરીને ઈન્ડિયન એમ્બેસી કે હાઈકમિશનના ફોન નંબર અને એડ્રેસ જરૂરથી આપી રાખવા. કમ્પ્યૂટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે જેથી મુશ્કેલીના સમયમાં ઈ-મેઈલ દ્વારા કોઈને પણ જાણ થઈ શકે. આપણા ત્યાં જેમ ઈમજન્સીમાં પોલીસનો નંબર લગાવી શકાય છે તેમ પરદેશમાં પણ પોલીસની મદદ માંગી શકાય છે તે નંબર યાદ રાખવો પણ જરૂરી છે. સામાન્ય રીતે આપણે કાયદાનું જ્ઞાન જાણવા માટે તત્પર હોતા નથી કારણ કે દરેક વ્યક્તિ એમ માને છે કે કાયદો જાણવો બહુ જરૂરી નથી. પરંતુ જે દેશમાં તમે જવાના હો ત્યાંની તે દેશની કાયદાકીય માહિતી સાથે થોડા ઘણાં માહિતગાર થવું જરૂરી બને છે. અમુક દેશોમાં કોઈપણ જાતની ઘરેલુ હિંસા કે વ્યક્તિની અવગણના (નિગ્લેક્ટ) કે કોઈપણ જાતનો દુરવ્યવહાર ચલાવી લેવામાં આવતો નથી અને એની જાણ જો સ્થાનિક પોલીસ કે સત્તાવાળાને થાય છે તો તે માટે તાત્કાલિક રક્ષણ આપવામાં આવે છે. એટલા માટે જે તે દેશની થોડી ઘણી કાયદાકીય માહિતી મેળવી રાખવી ખૂબ જરૂરી છે.

પોતાના અગત્યનાં કાગળો જેમ કે પોસપોર્ટ, વીસા અને મેરેજ ર્સિટફિકેટની ફોટો કોપી એટલે કે ઝેરોક્ષ કોપી કઢાવી પોતાની પાસે તેમજ સ્વદેશમાં પોતાના માબાપ કે કુટુંબીજનો પાસે રાખવી બહુ જરૂરી છે. ઘણી વખત પત્નીને પરદેશમાં તરછોડી દે છે અને પાસપોર્ટ લઈ લેવામાં આવે છે એટલે પત્ની નતો એ પાસપોર્ટ પર ભારત આવી શકે છે કે નતો ત્યાં કોઈ મદદ મેળવી શકે છે. ભારતીય એલચી કચેરીમાં જવા માટે, ફરિયાદ કરવા જવા માટે આ બધા પુરાવાની જરૂર પડે છે. તમારા ઘરનું પાકું એડ્રેસ, ઘર પોતાનું છે કે ભાડાનું છે, તમારી ત્યાંની નોકરીના સ્થળ વિશેની માહિતી અને બેંક અને ક્રેડિટકાર્ડ અંગેની માહિતી એટલે કે તેને લગતા કાગળો અને ફોન નંબરો તમારી પાસે અને તમારા સ્વદેશમાં રહેતાં સગા પાસે આપી રાખવા જોઈએ.

ઘણીવાર એવું બને છે કે લગ્ન કરતાં પહેલાં ફક્ત ફોન અથવા ઈ-મેઈલથી જ વાત થઈ હોય એટલે વધારે માહિતી હોતી નથી જેને લીધે પાછળથી મુશ્કેલી સર્જાય છે. એક કિસ્સામાં એવું બને કે પરણીને ગયા પછી ખબર પડી કે વ્યક્તિ ત્યાંનું નાગરિકત્વ ધરાવતી જ નથી, ઈલીગલ રહે છે અને ખોટા પાસપોર્ટ ઉપર ત્યાં પત્નીને લઈ ગયેલ છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિને લીધે બંનેની પોલીસે ધરપકડ કરી ત્યારે વાત પ્રકાશમાં આવી. ઉતાવળ અને વચેટીયા માણસોથી એન.આર.આઈ. લગ્નોમાં પ્રશ્નો પુષ્કળ થાય છે. આ બંનેથી દૂર રહેવું એ જરૂરી છે.

વિદેશ જવાની ઘેલછામાં ઘણાં લોકો ખોટા અથવા ઉપજાવી કાઢલા કાગળો તૈયાર કરી જેમ તેમ પાસપોર્ટ અને વીસા મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર પરદેશમાં પતિ છૂટાછેડાનો કેસ દાખલ કરી દે છે અને ભારતમાં પત્નીને નોટિસ મોકલી આપે છે. આવા કેસોમાં પત્ની ત્યાં જઈ શક્તી નથી અને કેસ ચાલી જાય છે અને પતિ એમ જાણ કરે છે કે તેણે ત્યાં એકતરફી છૂટાછેડા લઈ લીધા છે. આવા કેસોમાં લીધેલા છૂટાછેડા એટલે કે પત્નીને જાણ કર્યા કે ના કર્યાથી ભારતમાં માન્ય રાખવામાં આવતા નથી. પત્ની ભારતમાં પતિ સામે કેસ કરી શકે છે અને પરદેશમાં પતિએ તેની સામે કરેલ છૂટાછેડાના કેસમાં પત્નીને હાજર રહેવા કે કેસ ચલાવવા બળજબરી કરી શક્તો નથી. એ જાણવું જરૂરી છે કે જ્યુરિસ્ડીકશન એટલે કે હકુમત એ કેસ ચલાવવા માટે આવા લગ્નોમાં સૌથી અગત્યનો મુદે છે. એ પણ જાણવું જરૂરી છે કે પરદેશમાં પુરાવા વગર પતિ કે તેના કુટુંબીજનો સામે આરોપ મૂકી શકાતા નથી કારણ કે ત્યાંના કાયદા પ્રમાણે તેઓ તમારી ઉપર કાયદાકીય પગલાં લઈ શકે છે. તેથી ફરિયાદ કરતી વખતે ત્યાંના પોલીસ, વકીલ કે સંસ્થાના કાર્યકર સમક્ષ હકીકત અને પુરાવા સિવાયની વાત ન કરવી.

એવું નથી કે એન.આર.આઈ. લગ્નોમાં ફક્ત પત્નીઓ જોડે જ પ્રોબ્લેમ થાય છે. ઘણા સંજોગોમાં ત્યાંની એન.આર.આઈ. સ્ત્રી પણ અહીંયા ભારતીય પુરુષ જોડે લગ્ન કરે છે અને ત્યાં જઈને આવા લગ્નોમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. નાનાં બાળકોને ત્યાંથી ભારત નહીં લઈ આવવા એવા આદેશ ત્યાંની કોર્ટો કરતી હોય છે અને એવું પણ બને છે કે પત્ની નાના બાળકો સાથે ત્યાં રહે અને પતિ ભારત પાછા આવી જાય છે. એવું પણ બને છે કે પતિ પત્નીનાં અતિશય ઉગ્ર વિવાદોને લીધે ત્યાંની સરકાર બાળકોનો કબજો અને બાળકોનાં વેલ્ફેર માટે પોતે પગલાં લે છે. આ બધી વાતો તો આપણે કરી સાવ સામાન્ય પગલાં લેવાની જે હકીક્તમાં અઘરાં હોય છે. પરંતુ જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે વાત પણ અઘરી થઈ જાય છે.

તાજેતરમાં જ કેલિર્ફોિનયાની એક કોર્ટમાં નાની બાળકીની કસ્ટડી અને તેને ભારત તેના પતિ સાથે લઈ જવા દેવાય તે માટે મને ત્યાંની અદાલતે એક કેસમાં હેગ કન્વેન્શન ઓન પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એન્ડ કો-ઓપરેશન-જેમાં ભારત પણ એક સિગ્નેટરી છે તે અંગે અભિપ્રાય પૂછેલો. આપણે જેટલું માનીએ છીએ તેટલું એન.આર.આઈ. લગ્નોમાં કેસ સરળતાથી પતતાં નથી અને બે દેશનાં કાયદા અને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન પર મુખ્યત્વે ભાર મુકાય છે . કેસ પત્યા પછી એ જજમેન્ટ જે ત્યાંની કોર્ટે આપ્યું હોય અથવા ભારતીય અદાલતે આપ્યું હોય તેના અમલીકરણ માટે પાછી એક જુદી જ પ્રક્રિયા હોય છે તે પણ એક અગત્યનો મુદે થઈ જાય છે.

શું આપણે નાના મુદઓ ધ્યાનમાં રાખી મોટા પ્રશ્નો નિવારી ના શકીએ? રાષ્ટ્રીય મહિલા આયોગે કાયદામાં સુધારા કરવા માટે અને ખાસ કરીને અહીંના કેસોમાં થતી નોટિસો પરદેશમાં કેવી રીતે બજાવવી, પરદેશમાં રહેતી એન.આર.આઈ. લગ્નોને લીધે તકલીફમાં મુકાયેલી સ્ત્રીઓ માટે અને ખોટું બોલીને અને ખોટી હકીક્ત છુપાવીને અને પરદેશથી આવીને અહીંની સ્ત્રીને પરણી મુશ્કેલીમાં મૂકી દેતી વ્યક્તિઓ સામે કેવા પગલાં લેવા તે માટે ઘણાં સૂચનો કર્યા છે અને આયોગનું એન.આર.આઈ. સેલ આવા કેસોમાં ખૂબ સક્રિય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.