મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર બાબુજી સુરતાજી વણઝારા રહે.તાવડીયા, તા.જિ.મહેસાણાવાળાએ પોતાનું જેસીબી મશીન કિ.રૂ.21,78,000નુ પઠાણ ઈરફાન દોસ્ત મહમદ-વેજલપુર અમદાવાદ તથા શેખ હનીફ નુરહમદ રહે.હાંતીનીવાસ આઈ.ઓ.સી. પાછળ ફરેગંજ વડોદરાવાળાઓએ વિશ્વાસમાં લીધા હતા. અને લેખીત બાના પેટે 1,50,000 રોકડા ચુકવ્યા હતા.

બાદમાં બાકી નીકળતા 20,28,000 ફાયનાન્સ કંપનીમાં મહિનાની મુદતે ચુકવી દેવાની શરતે ખરીદી કરાઈ હતી. જોકે, બાકી નીકળતા 20,28,000 રૂપિયા નહી ચુકવી વિશ્વાસઘાતથી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: