મગફળી, તુવેર બાદ ખાતર કૌભાંડઃ જેતપુર-અરવલ્લીમાં ખાતરના વજનમાં ગોલમાલ રાજકોટ/અરવલ્લીઃ જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ડી.એ.પી. ખાતરની દરેક બાચકી ઉપર ગ્રોસ વેઇટ 50.12kg અને નેટ વેઇટ 50 kg નું લખાણ છે પરંતુ આ દરેક બાચકીનું વજન 49.550 , 49. 780, 49.630 વજન આવે છે દરેક બાચકીએ 500 ગ્રામથી 300 ગ્રામ જેટલું વજન ઓછું આવે છે. ઉપરાંત આવી જ ઘટનાઓ અરવલ્લીમાં પણ સામે આવી છે.1400 રૂપિયામાં આવતી ડી.એ.પી. ની એક બાચકીમાં 10 રૂપિયાથી લઈ 14 થી 15 રૂપિયાની કિંમતનું ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે. અમુક અમુક બાચકીઓ માં તો 1 કિલો 500 ગ્રામ ઓછું ખાતર મળ્યું છે. મોડાસા જીએસફસી સેન્ટર પર ખાતરની થેલીના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક થેલી 49.5 કિલો વજન થતા 500 ગ્રામ વજન ઓછું મળ્યું હતું. માલપુરમાં પણ ખાતરની થેલીના વજનમાં ઘટાડો સામે આવ્યો છે. જીએસફસીના ડીલરને ત્યાં પણ સરદાર ડીએપી ખાતરના વજનમાં 620 ગ્રામ ઓછું હતું, આમ, ખેડૂતોને છડે ચોક છેતરાવાનો વારો આવ્યો છે.કરોડો બાચકીનું ઉત્પાદન કરવામાં આવે છે, ભોળા ખેડૂતોને ખબર પણ રહેતી નથી કે એની ખાતરની બાચકીમાં ખાતર નક્કી થયેલ વજન મુજબ નથી. ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢિયા તથા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ સાથે જ કેટકાલ વીડિયો પણ દર્શાવાયા હતા જે પૈકીનો એક અહીં આપ સમક્ષ મુકવામાં આવ્યો છે.

Contribute Your Support by Sharing this News: