આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ હુમલાની જવાબદારી સ્વીકારી: ૪૦ જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPFની બસ પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કરતા આઠ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કરતા CRPFના કાફલામાં 10 જવાનોના મોત થયા હતા જ્યારે અન્ય 40 જવાનો ઘાયલ થયાના સમાચાર છે. જમ્મુકાશ્મીરના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અગાઉ એક ખાનગી સ્કૂલમાં હુમલો થયો હતો જેમાં 10 બાળકો જખ્મી થયા હતા. આ સાથે જ ગુરૂવારે ઇન્ફાલના કાંચી પુરમાં એક સ્કૂલમાં IED બોમ્બ મળવાની સૂચના મળી હતી. મહત્વનું છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ આ હુમલાની જવાબદારી લીધી છે.

 

Contribute Your Support by Sharing this News: