છોટાઉદેપુર ના મંડલવા ગામે વહેલી સવારે ઘરમાં ટ્રક ઘુસી જતાં નિદ્રાધિન પતિ, પત્નિ અને બાળક્નુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે. તો ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી છે.

ગમ્યું તો આગળ શેર કરો.
છોટાઉદેપુર ના મંડલવા ગામે વહેલી સવારે ઘરમાં ટ્રક ઘુસી જતાં નિદ્રાધિન પતિ, પત્નિ અને બાળક્નુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે. તો ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી છે.
છોટાઉદેપુર ‌‌- દેવગઢ બારીયા હાઈવે ઉપર દેવગઢ બારીયા તરફથી આવી રહેલ ટ્રક નંબર GJ 17 UU 0684 મંડલવા ગામના પોતાની ઘરની ઓસરીમાં સૂઈ રહેલા આદિવાસી પરિવાર માટે યમદૂત સાબિત થઈ છે. વહેલી સવારે ટ્રક ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડ મા આવેલ લાઈટ ના થાંભલાને તોડી એક ઘરમાં ઘૂસી ગયુ હતુ. જ્યાં ઘરની ઓસરીમાં નિદ્રા માની રહેલ પતિ, પત્નિ અને માસુમ બાળક ઉપર તોતીંગ ટ્રક ચડી જતાં ઘટના સ્થળે પતિ પત્નિનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ જયારે ગ્રામજનોનું માનીએ તો 1.5 વર્ષના માસુમ બાળકને દવાખાને લઈ જતાં ડોકટરે પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ હોવાનુ જણાવી રજા આપી દીધી હતી પરંતુ ઘરે આવતા જ બાળક્નુ પણ મોત નીપજ્યુ હતું. જ્યારે અકસ્માત કરી ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ ગોજારા અકસ્માતમાં રાઠવા પરિવારના સંતોશભાઈ રાઠવા, પત્નિ કૈલાશબેન રાઠવા અને પુત્ર અવિનાશ રાઠવાના કરુણ મોતથી ગ્રામજ્નોમાં શોક ની લાગણી ની સાથે રોષ પણ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે ઉપર આવતા જતા વાહનો ને તોડફોડ કરી હાઇવે ઉપર વીજ થાંભલા ને આડુ મૂકી ચક્કાજામ કર્યો હતો. અને છોટાઉદેપુર જિલ્લા માથી રાત્રી દરમિયાન કરાતા બેફામ રેતી ખનન તેમજ બેફામ દોડતી ઓવરલોડ ટ્રકો સામે વિરોધ કરી તેના ઉપર કાબુ લાવવા ની માંગ કરી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોચી પરિસ્થતી ને કાબુમા લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબુમાં લીધી છે. હાલ તો પોલીસે મૃતકોના પી.એમ. કરાવાની તેમજ ફરાર ટ્રક ચાલકને ઝાડપવાની તજવીજ હાથ ધરી છે.
ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો