*ચેઇન સ્નેચીંગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી એલ.સી.બી., મહેસાણા પોલીસ*

ગમ્યું તો આગળ શેર કરો.

*શ્રી મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા* નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા નાઓને સૂચના કરેલ. જે અનુસંધાને અમો *એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા PSI આર.જી.ચૌધરી તથા ASI હીરાજી, ASI રત્નાભાઇ, HC રાજેન્દ્રસિંહ, HC નરેન્દ્રસિંહ, HC મહેન્દ્રકુમાર, HC નિલેશકુમાર, HC રશ્મેન્દ્રસિંહ, HC મહેન્દ્રસિંહ,  PC વિશ્વનાથસિંહ વિગેરે સ્ટાફના માણસો* મહેસાણા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંબાજી પરા ટાવર નજીક આવતા ખાનગીરાહે હકીકત મળેલ કે,  *ચેઇન સ્નેચીંગનો રીઢો ગુનેગાર ઘંટીસિંઘ નારસિંઘ સરદાર રહે.રાજીવ બિગ્રેડનગર, મહેસાણા* વાળો કાળા કલરનું પલ્સર બાઇક લઇ પાછળ એક ઇસમને બેસાડી સોનાની ચેઇન વેચાણ કરવા સારૂ સાંઇબાબા મંદીર થઇ મહેસાણા આવનાર છે. જે હકીકત આધારે સદરી ઇસમોની વોચમાં રહેલ તે દરમ્યાન ઉપરોકત હકીકત વર્ણનવાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી જે તે સ્થિતિમાં પકડી પાડેલ અને ઘંટીસિંઘ નારસિંઘ તથા ઇલેશ રામજીભાઇ વાઘેલા રહે.કડી વાળાની અંગજડતીમાંથી સોનાની ચેઇન નંગ-ર તથા પલ્સર મોટર સાયકલ અંગે આધાર પુરાવા માંગતા તેમની પાસે ન હોઇ તેઓની સઘન પુછપરછ કરતાં તેઓએ સદરી સોનાની ચેઇનો એક વિરમગામ ટાઉનમાંથી તેમજ માણસા ટાઉનમાંથી તોડેલાની કબુલાત કરતાં બંને ઇસમોને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ અટક કરી સોનાની ચેઇન નંગ-ર કિ.રૂ.૬૪,૦૦૦-/- તથા પલ્સર બાઇક કિ.રૂ.રપ,૦૦૦/- કબજે કરવામાં આવેલ છે.

*આમ વિરમગામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩/૧૯ ઇપીકો ક.૩૫૬, ૩૭૯* તથા
 *માણસા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૯/૧૮ ઇપીકો ક.૩૯ર મુજબના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢેલ અને ઘંટીસિંઘ નારસિંઘ સરદાર હિંમતનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૦/૧૯ ઇપીકો ક.૩૯ર, ૧૧૪ મુજબના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરેલ છે.*
 _
*ગુન્હાઈત ઇતિહાસ :*_
ઘંટીસિંઘ નારસિંઘ સરદાર અગાઉ મહેસાણા જીલ્લા તેમજ જુનાગઢ જીલ્લામાં મોટરસાયકલ ચોરી તેમજ ચેઇન સ્નેચીંગના અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ ઇલેશ રામજીભાઇ વાઘેલા પણ અગાઉ ગાંધીનગર જીલ્લાના કલોલ પો.સ્ટે.માં ઘરફોડ ચોરીના અસંખ્ય ગુનામાં પકડાયેલ છે.
આમ મહેસાણા એલ.સી.બી. પોલીસે ચેઇન સ્નેચીંગ ચોરીના આરોપીઓ પકડી પાડી મુદ્દામાલ રીકવર કરી ગુનાઓ શોધી ખુબજ પ્રસશંનીય કામગીરી કરેલ છે.
પોલીસ ઇન્સ્પેકટર
એલ.સી.બી., મહેસાણા
ગમ્યું તો આગળ શેર કરો.