ચુંટણી લડવાની અરજી હાઇકોર્ટે ફગાવતા ધ્રાસકો:હાર્દિક લોકસભા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત હાઇકોર્ટે ચુંટણી લડવા માટેની હાર્દિક પટેલની અરજી ફગાવતા ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ભાગદોડ વધી ગઇ છે. લોકસભા ચુંટણીને લઇ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો છે તેવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને લઇ શુકવારે ખળભળાટ મચાવતા સમાચાર આવ્યા છે. લોકસભા ચુંટણીના ફોર્મ ભરવાની તૈયારી કરતા હાર્દિક પટેલની ધ્રાસકો આપે તેવા નિર્ણયથી પાટીદારોમાં ચર્ચા તેજ બની છે.હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી મેળવવા મામલે જસ્ટિસ એ જી ઉરેજીની કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જેમા રાજ્ય સરકારની રજૂઆત સામે હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં દલીલો કરી કે વિસનગરના કેસમાં હાર્દિક દોષિત થયો, બાકી તેના ગુનાને સાબિત કરતાં કોઇ વીટનેસ કે પૂરાવા મળ્યા નથી. જેમાં હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે હાર્દિકને ચુંટણી લડવા મંજુરી આપી નથી. હાઇકોર્ટે હાર્દિક પટેલની અરજી ફગાવતા ગુજરાતના રાજકારણમાં લોકસભા પહેલા નવો વળાંક આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.