ચીન : દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર ૨૦ ટ્રિલિયન ડાઙ્ખલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેકસાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી કલેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ આઙ્ખફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં ડાયરેકટર શી ઝેનગ્લી અને ચીની સેનાનાં મેજર જનરલ છેન વેઈની વિરુદ્ઘ દાવો માંડ્યો છે.ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છેદાવો માંડનારાઓઓએ કહ્યું કે, ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છે, જેના કારણથી આ વાયરસ ફેલાય છે અને આ કારણે તેમણે ૨૦ ટ્રિલિયન ડોલરનું વળતર માંગ્યું છે. આટલું તો ચીનનું જીડીપી પણ નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચીને હકીકતમાં અમેરિકી નાગરિકોને મારવાનું અને બીમાર કરવાનું ષડયંત્ર રચ્યું છે.તેમનો આરોપ છે કે, વુહાન વાયરોલોજી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા આ વાયરસ જાણી જોઇને છોડવામાં આવ્યો છે. ચીને કોરોના વાયરસનું નિર્માણ મોટી સંખ્યામાં જનસંહાર કરવા માટે કર્યું છે. તેમણે કહ્યું કે, જૈવિક હથિયારોને ૧૯૨૫માં જ ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા છે અને આને જનસંહારનાં આતંકી હથિયાર તરીકે જોઇ શકાય છે. અમેરિકી કંપનીએ આ વિશે મીડિયામાં આવેલા અનેક સમાચારોને આધાર બનાવતા કહ્યું કે, ચીનમાં ફકત એક માઇક્રોબાયોલોજી લેબ વુહાનમાં છે જે નોવેલ કોરોના જેવા અત્યાધુનિક વાયરસને પહોંચી વળી શકે છે. ચીને કોરોના વાયરસ વિશે આના નિવેદનોને રાષ્ટ્રિય સુરક્ષા પ્રોટોકોલનું બહાનું બનાવીને છુપાવ્યા છે.ફેલાતો જઇ રહ્યો છે કોરોનાતો ડબલ્યુએચઓાના પ્રમુખ ટેડરોસ અડાનોમ ગેબરેઇસસે ચેતવતા કહ્યું કે, કોવિડ-૧૯ ઝડપથી ફેલાઈ રહી છે અને કોવિડ-૧૯ પોઝિટિવ કેસોની સંખ્યા અને બીમારીથી મોતનો આંકડો વધતો જઇ રહ્યો છે. દુનિયામાં પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૦૦,૦૦૦થી વધારે અને ૧૮,૦૦૦થી વધારે લોકોનાં મોત થયા છે.

Contribute Your Support by Sharing this News: