બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રેતીનું ખનન કરી ધોળા દિવસે ડીસા ચિત્રાસણીના  જાહેર માર્ગો પર બેફામ બની પોતાના ટ્રકો દોડાવી રહ્યા છે ત્યારે અન્ય વાહન ચાલકોને જાહેર માર્ગો ઉપર પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આજરોજ મલાણા, આંત્રોલી ચાર રસ્તા ઉપર અવર લોડ  વાહન ચાલકે ઇકો ગાડીને અડફેટે લેતા ભયજનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કમનસીબે મોટી જાનહાનિ થઈ ન હતી. જ્યારે નાની મોટી ઈજાઓ પહોંચતા ઈકોમાં બેસેલ  ડ્રાઇવર તેમજ મુસાફરોને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મીડિયામાં અનેક અહેવાલ પ્રસારિત કર્યા હોવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર આવા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ ભૂમાફિયાઓ દિવસ સતત રેતીની ચોરી કરી જાહેર માર્ગો પર બેફામ બની પોતાના ટ્રકો ચલાવી રહ્યા છે અને અનેક અકસ્માતો પણ સર્જી રહ્યા છે અને અનેક લોકોને મોતનો ઘાટ પણ ઉતારી ચૂક્યા છે. ક્યારે જોવાનું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ખાણ ખનિજ વિભાગ દ્વારા આવા બેફામ ટ્રક ઉપર રોક લગાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: