પાલનપુર તાલુકાના ચંડીસરમાં આવેલ એક ફેક્ટરીમાં માલિકની બેદરકારીથી મજૂરનું મોત થયુ હોવાના સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે. જા કે આ બનાવમાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હોવાનું અને મૃતકના પરીવારજનોએ ફેક્ટરીના માલિક સામે બેદરકારીથી મોત થયાના આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફાયર સેફટી વિના ફેક્ટરીઓ ચલાવતા લોકો સામે કાર્યવાહીની માંંગ ઉઠવા પામી છે. ચંડીસરમાં પણ આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં ફાયર સેફટીના નિયમોની ઐસી તૈસી કરી રહેલા ફેક્ટરી માલિકો સામે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જા કે ફેક્ટરી માલિકોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મજુરીએ રાખે છે અને તેમાં તેમની કોઈપણ પ્રકારની સુરક્ષા ન રહે તે પ્રકારે મજુરી કરાવી રહ્યા હોવાનું કહેવાય છે. પાલનપુર, છાપી, બસુ, મેતા અને ચંડીસર તેમજ ચડોતર આસપાસની ફેક્ટરીઓમાં પરપ્રાંતિયોને મજુરીએ રાખવમાં આવે છે તેઓને પણ કોઈપણ પ્રકારની સેફટી વિના જ કામ કરાવવામાં આવતુ હોવાનું કહેવાય છે ત્યારે આ બનાવમાં પંજાબી પરીવારના યુવાનનું ફેક્ટરીમાં દુર્ઘટનામાંં મૃત્યુ થતા તેના મૃતદેહને સિવિલ હોÂસ્પટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવેલ હતો. જ્યાં તેના પરીવારજનોએ ફેક્ટરી માલિક સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ બાબતે  ફેક્ટરીના માલિક સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેમજ ફેક્ટરી માલિક સામે પોલીસ ફરીયાદ નોંધવા માંગ કરી છે.
Contribute Your Support by Sharing this News: