અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ગેરકાયદેસર પ્રવાસીની તુલના જાનવર સાથે કરી છે. તેમણે અમેરીકાના પ્રવાસી કાયદાને બેકાર જણાવી તેની ટીકા કરી કહ્યું કે, માત્ર યોગ્યતાના આધારે લોકોને અમેરીકામાં શરણ આપવી જોઇએ. મેક્સિકો અને કેલિફોર્નિયાના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરતાં ટ્રમ્પે અમેરીકાની નબળા પ્રવાસી કાયદાને મજબૂત કરવાનું આહ્વાન કર્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેલિફોર્નિયા સેંન્ચ્યુરી સ્ટેટ રાઉન્ડટેબલ દરમિયાન કહ્યું કે, અમારા દેશમાં લોકો આવી રહ્યાં છે અથવા આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમે તેમાથી મોટા ભાગનાને રોકી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, તમે વિશ્વાસ નહી કરો આ લોકો કેટલાં ખરાબ છે, આ લોકો માણસો નહી પરંતું જાનવર છે. અમે આ લોકોને એક સ્તર સુધી બહાર લઇ જઇ રહ્યાં છીએ અને એટલી સંખ્યામાં બહાર લઇ જઇ રહ્યાં છીએ જે પહેલા ક્યારેય નથી થયું. તેઓ નબળા કાયદાને કારણે તેઓ ઝડપથી દેશમાં આવી રહ્યાં છે. અમે તેને છોડી રહ્યાં છે અને તે ફરીથી આવી રહ્યાં છે આ મૂર્ખામીભર્યું છે. ટ્રમ્પે દેશમાં મોટી સંખ્યામાં પ્રવેશતા ગેરકાયદેસર પ્રવાસીઓ આવવા માટે દેશના બેકાર કાયદાને જવાબદાર ઠેરવ્યો છે. ટ્રેમ્પે થોડા મહિનાઓ પહેલાં કોંગ્રેસને અપીલ કરી હતી કે, મેક્સિકોની સરહદ પાર કરીને અમેરીકા આવતાં પ્રવાસીઓને રોકવા માટે કડક કાયદો લાગૂ કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે, તે ઇચ્છે છે કે, પ્રવાસીઓને યોગ્યતાના આધારે કાયદેસર રીતે અમેરીકામાં પ્રવેશ આપવામાં આવે.

Contribute Your Support by Sharing this News: