અમદાવાદ: ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાંથી 5.33 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઈ શકે છે. 2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 21મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું. આ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: