અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતમાં બે દિવસમાં હાર્ટઅટેકથી 21 લોકોના મોતથી ફફડાટ

October 23, 2023

ગરવી તાકાત, ગાંધીનગર તા. 23 – ગુજરાતમાં નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત થયા છે. તો ઈમરજન્સી સેવા 108માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે. ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ 1100થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. હાર્ટ એટેક મોત બાદ સરકાર પણ એલર્ટ થઈ છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે.  ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે.

ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ મહોત્સવમાં પણ લોકોનો જીવ જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 21લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. ગુજરાતમાં નવરાત્રીના 6 દિવસમાં ગરબે રમતાં 1100 લોકોને તકલીફ થઈ હતી અને તેમણે 108 પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા. 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાયા છે. 2 દિવસમાં 10થી વધારે હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. પ્રથમ 7 નોરતામાં સાંજે 6થી રાત્રે 2 દરમિયાન કેસ વધ્યા છે. આમ, અમદાવાદમાં સૌથી વધુ કુલ 166 કેસ નોંધાયા છે.હૃદયની ઈમરજન્સીના કેસ મામલે અમદાવાદ મોખરે છે. સુરતમાં સરેરાશ 8 કેસ, રાજકોટમાં 6 કેસ નોંધાયા છે. વડોદરામાં સરેરાશ 4 જેટલાં કેસ નોંધાયા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:27 pm, Nov 4, 2024
temperature icon 34°C
clear sky
Humidity 24 %
Pressure 1012 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 3 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:47 am
Sunset Sunset: 6:00 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0