રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે રાજ્યભરમાં એવામાં 2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2521 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 7965 દર્દીઓ સાજા થયા છે. કુલ 7,50,015 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 27 કોરોના દર્દીના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં રસીકરણ પણ ખુબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. 4730 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 5561 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો 82301 લોકોને પ્રથમ ડોઝ અને 29610 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 સુધીનાં 1,14,339 લોકોને રસીનાં પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 43,611 દર્દીઓ એક્ટીવ છે. જે પૈકી 562 લોકો વેન્ટિલેટર પર છે. 43,049 લોકો સ્ટેબલ છે. 9761 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 27 લોકોનાં મોત થયા છે.