ગુજરાતની વિધાનસભા બેઠક પરના વલણોમાં જાણો કોણ જીત તરફ…

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતની વિધાનસભા બેઠક પરના વલણોમાં જાણો કોણ જીત તરફ…
ગુજરાતની વિધાનસભા બેઠક પરના વલણોમાં જાણો કોણ જીત તરફ…
દેશમાં ગુજરાત રાજકીય રીતે ઘણુ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ વખતે સૌની નજર ગુજરાત રાજ્ય પર છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકોની સાથે 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી પણ ચાલી રહી છે.
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો પર જીત નોંધાવી હતી અને પાર્ટીને 60 ટકા મત મળ્યા હતા, પરંતુ આ વખતે સ્થિતિ બદલાય તેવા દ્રશ્યો સર્જાયા હતા પરંતુ મતગણતરીની શરૂઆતથી જ ભાજપ આગળ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના 7થી 8 બેઠકોના દાવાઓનો છેદ ઉડ્યો છે. જોકે ગુજરાતની લોકસભાની 26 બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેની મતગણતરી પણ ચાલી રહી છે.

મહત્વનું છે કે, આ તમામ વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
આજે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે આ તમામ બેઠકો પર પણ ભાજપ આગળ નજરે પડી રહ્યું છે. ધ્રાંગધ્રાથી પરસોત્તમ સાબરિયા અને દિનેશ પટેલ વચ્ચે જંગ છે. તો ઊંઝાથી આશા પટેલની ટક્કર કામુ પટેલ સાથે છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ સામે જયંતિ સભાયા મેદાને છે. જ્યારે માણાવદરથી જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી વચ્ચે ટક્કર છે. મહત્વનું છે કે, ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરતા ચૂંટણી યોજાઈ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.